„મન છે દર્પણ અથવા મન છે ખળખળ। મન મીરાં છે અથવા તો છે માયા। મન બચપણ છે ય તો ધડપણ। મન છે બિલાડી અથવા મન છે વાંદરો। મન સ્વામી છે। અથવા છે નોકર । મન બકરીની બેં-બેં છે અથવા છે ઊંટનો ઉંહકાર, જે રણમાં પોતાને સૌથી ઉંચું સમજે છે। મનની આટલી બધી વિશેષતાઓ – આટલા બધાં રૂપો જોઈને મનને માત્ર મન નહીં કહીએ, એને કહીશું 'ધ મન’ (The મન).
મનની શક્તિથી સિદ્ધિ પણ મળી શકે છે તો સત્ય પણ મળી શકે છે,મનની નિસ્તેજ ભક્તિથી માયા પણ મળી શકે છે તો વળી મનની સતેજ ભક્તિથી માયાપતી રામ પણ મળી શકે છે। મનની ભણકારીથી પૈસા પણ મળી શકે છે અને મનની જાણકારીથી પ્રજ્ઞા પણ પામી શકાય છે। મનની મહેનતથી કેદખાનું પણ થઈ શકે છે તો વળી એની મહેનતથી આશ્રમ પણ બની શકે છે। શું તમે તમારા મનની શક્તિ, યુક્તિ અને શ્રમ દ્વારા પૃથ્વી લક્ષ્ય પામવા માગો છો? પૃથ્વી લક્ષ્ય એટલે એ લક્ષ્ય કે જેને પ્રાપ્ત કરવા માટે આપણો આ પૃથ્વી પર આવ્યા છીએ। આપણને જે લક્ષ્ય દેખાય છે એ પૃથ્વી લક્ષ્ય નથી એ તો આજીવિકા માટેનું એક સાધન માત્ર છે। આ પુસ્તક દ્વારા આપણો આપણા મનને એવું પ્રશિક્ષણ આપવાનું છે કે જેથી એ આપણને પૃથ્વી લક્ષ્ય સુધી પહોંચાડે।
આ પુસ્તક મન day થી sun ડે સુધીની યાત્રા છે। મન ડેથી અઠવાડિયાની શરૂઆત છે। એટલે કે મનનો દિવસ દરેક માણસના જીવનમાં આવે છે માણસ જ્યારે એના મનથી કંટાળી જાય છે ત્યારે એ sun ડે (પ્રકાશ) તરફ યાત્રા શરૂ કરે છે। જેનું મન અકંપ – અડગ નથી એ રસ્તામાં તોલું મની જાળમાં ફસાઈ જાય છે અને ફરી મન ડેથી યાત્રા શરૂ કરે છે।”
Reviews
There are no reviews yet.