સંબંધોમાં નવી રોશની
સંબંધોનો ભેદ
આ પુસ્તકનું કામ છે, ‘સંબંધોમાં નવી રોશની’ કેવી રીતે લાવીએ અને ઉદાહરણમાં છે, ‘હાથોની અલગ-અલગ આંગળીઓ.’ એક ઘર (હાથ)માં પાંચ સદસ્યો નાના-મોટા, લાંબા-ટૂંકા કે આગળ-પાછળ હોઈ શકે છે પરંતુ આ ભેદ તેઓને એકબીજાથી હીન કે શ્રેષ્ઠ નથી બનાવતો. આ ભેદ તેઓને એકબીજાની સહાયતા કરવામાં કામ આવે છે. જરૂર છે ફક્ત તેને એક સળગતી તેજ મશાલની. એવી મશાલ કે, જેને પકડીને તમામ આંગળીઓ પોતાની યાત્રા મળીને પૂરી કરી શકે, જે તેને એક લક્ષ્ય, એક હાથ, એક સાથે દેખાડે.
માણસ જ્યારે નાસમજ હોય છે, ત્યારે તે અંગૂઠાની તાકાતથી પ્રભાવિત થઈને બધી આંગળીઓને મોટી, જાડી જોવા ઈચ્છે છે કે મધ્યમાથી પ્રભાવિત થઈને બધી આંગળીઓને લાંબી, ઊંચી જોવા ઈચ્છે છે. ક્યારેક-ક્યારેક તે ઈચ્છે છે કે જો જમણો હાથ વધુ કામમાં આવે છે, તો ડાબા હાથનો અંગૂઠો પણ જમણા હાથમાં આવી જાય, તો 'હું વર્ડ રેકોર્ડ તોડું.’ આવી ઈચ્છા તેને જીવનભર સંઘર્ષમાં નાખી દે છે. જે દિવસે તેના જીવનમાં નવી રોશની આવે છે, એ દિવસથી તે બધી આંગળીઓને, તે જેવી છે, રહેવાની અનુમતિ આપે છે. એટલે સંબંધોમાં બધાને તે જેવા છે, રહેવાની અનુમતિ આપે, પછી ન થાય વાદ-વિવાદ, ન લડાઈ-ઝગડો, થશે તો ફક્ત પ્રેમ, આનંદ અને સંતુષ્ટિ.
આ ફક્ત પુસ્તક નહીં સેલ્ફ શિબિર પણ છે
Reviews
There are no reviews yet.