નિર્વાણના ખોજની નવી વાર્તા
સિધ્ધાર્થ પોતાનો મહેલ છોડીને જવા માટે તૈયાર હતો. જેવો જ તે પોતાની પત્નીના મહેલમાંથી બહાર જવા માટે ફર્યો, ત્યારે જ તેના કાન પર એક બાળકના કોમળ શબ્દો સંભળાયા, 'ક્યાં જઈ રહ્યા છો ?’
સિધ્ધાર્થ હતપ્રત રહી ગયો! તેણે જોયું કે તેનો પુત્ર રાહુલ, હજુ થોડાં મહિનાનો હતો, તેને આ સવાલ પૂછી રહ્યો હતો.
એકાએક રાહુલનો અવાજ સાંભળીને સિધ્ધાર્થનો હોશ ઠેકાણે ન રહ્યો. તે દોડીને પોતાના પુત્ર રાહુલ પાસે પહોંચી ગયો, તેને આશ્ચર્યભર્યા અવાજે રાહુલને પૂછ્યું, 'તું… તું તો હજુ નાનો બાળક છે… તો આટલી નાની ઉંમરમાં તું કેવી રીતે બોલી શકે છે ?
નાના બાળકે કલબલાટ કરતાં જવાબ આપ્યો, 'હું તો આપના માટે બોલી રહ્યો છું.’
'તે આટલું જલ્દી બોલતા ક્યાંથી અને કેવી રીતે શીખી લીધું ?’ સિધ્ધાર્થે આશ્ચર્ય જતાવતા પૂછયું.
'ત્યાંથી, જ્યાંથી આપે શીખ્યું, એવી જ રીતે જે રીતે આપ સમજ્યા.’
'પરંતુ આટલી નાની ઉંમરમાં વાત કરી શકવી કેવી રીતે શક્ય છે ? આ તો મને કોઈ ચમત્કાર જેવું લાગી રહ્યું છે.’
રાહુલે થોડી ક્ષણ મૌન રહીને ગંભીર અવાજમાં કહ્યું, 'હું જાણવા ઈચ્છુ છું કે આપ મને આટલી નાની ઉંમરમાં છોડીને ક્યાં અને શા માટે જઈ રહ્યા છો ? શું આપ કોઈ મુંઝવણમાં છો ? શું હું આપની કોઈ મદદ કરી શકું ?’
'તું… તું તો હમણાં -હમણાં આ દુનિયામાં
Reviews
There are no reviews yet.