આળસથી મુક્તિના નવા પગલાં
હવે દરેક કામ પૂરું થશે
આળસના ચક્રવ્યુહનો તોડ
માણસની અસફળતાની પાછળ જે વિકારનો સૌથી મોટો હાથ હોય છે, તે છે 'આળસ’ જેને તમોગુણ, સુસ્તી, અતિ નિંદ્રા, તંદ્રા પણ કહેવાય છે. આળસ વધવાથી આપણી અંદર અમુક અતિરિક્ત વિકારો પણ પ્રવેશ કરી જાય છે. જેવા કે વાત-વાતમાં ખોટું બોલવું, આરામમાં ખલેલ પડે તો ક્રોધ, ચિડિયાપણું આવવું, શરીર નિષ્ક્રીય થઈને બીમારીઓથી ઘેરાઈ જવું, સમયસર કામ પૂરું ન થવાથી અસફળતાઓ મળવી, જેના કારણે દુઃખ અને દરિદ્રતાનું ચક્રવ્યુહ શરૂ થઈ જાય છે.
આ પુસ્તકમાં સુસ્તીના ચક્રવ્યુહને તોડવા માટે ક્રમબદ્ધ પગલાઓમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. એક-એક પગલું ઉઠાવવાથી સુસ્તીની વૃત્તિ રૂપી દિવાલ પર આકરાં પ્રહારો થશે અને લગાતાર પ્રહારથી આ દિવાલ વિખરાઈ જશે.
આ પુસ્તકનો એ જ ઉદ્દેશ્ય છે કે આપની અંદર છુપાઈને બેસેલો તમોગુણ પ્રકાશિત થાય. આપ એને અને એના દુષ્પ્રભાવોને જાણીને, એનાથી મુક્ત થવા માટે પ્રભાવિત થાવ. આ પુસ્તક આપને એની સરળ રીતો બતાવે છે –
* પોતાની ઊર્જા કેવી રીતે વધારી શકાય
* આપ આળસુ છો કે અપ્રેરિત, એ કેવી રીતે જાણી શકાય
* સુસ્તીને ચુસ્તીમાં કેવી રીતે બદલી શકાય
* નાપસંદ, મુશ્કેલ, બોરીંગ તેમજ સમય ન મળવાવાળા કામો કેવી રીતે પૂરા કરી શકાય
* દરેક કામને કેવી રીતે પૂરું કરી શકાય
* મનની ટેવોને કેવી રીતે બદલી શકાય
* સવારે જલ્દી ઉઠવાના ૬ ચોક્કસ ઉપાયોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય
Reviews
There are no reviews yet.