સ્મૃતિઓના ઉપચારથી જીવનનો ઉપચાર
માણસ પૃથ્વી પર આવ્યો છે પોતાના પાઠ શીખીને, કુદરતની વિકાસ-તેજવિકાસની યાત્રાને આગળ વધારવા માટે. પરંતુ ચારે દિશાઓથી આવતી નકારાત્મક તરંગો એને બોજારૂપ બનાવે છે. એની સ્મૃતિઓમાં દબાયેલી જખમી યાદો પણ એને બેચેન કરે છે, જે કારણથી તે પોતાનું જીવન સાર્થક નથી કરી શકતો.
શું આપણે બાહ્ય કારણોથી આવનારી નકારાત્મક્તાને રોકી શકીએ? નહી ને! પછી એવું આપણે શું કરીએ કે બોજ, બોજ ન લાગે… તકલીફો હોવા છતાં હળવાં રહીને આપણે આનંદની ઉડાન ભરી શકીએ… બીજામાં પણ આ શુભ ઈચ્છા જગાડીને, જીવનને સાર્થક કરી શકીએ! આનો નિકાલ છે- કડવી સ્મૃતિઓના ઉપચારથી જીવનનો ઉપચાર… પરંતુ કેવી રીતે? આ પુસ્તક એનો જવાબ છે!
આમાં આપ કુદરતની પ્રેમમય કાર્ય પ્રણાલી સમજશો. સાથે જ આપની સામે કુદરતની કાર્ય યોજનાના ગાઢ રહસ્યો પ્રગટ થશે. એને જાણીને આપ જીવનમાં જે કરવા આવ્યા છો, તે કરવાનું શરૂ કરશો. પુસ્તકના પ્રમુખ બિંદુ કંઈ આ પ્રકારે છે-
▪️શરીર, મન પર બોજ વધવાનાં ચાર પ્રમુખ કારણો
▪️કાર્મિક બંધન દૂર કરવાની પ્રભાવશાળી રીતો
▪️જીવનના કડવાં અનુભવોની આપના પર થનારી અસર અને દૂર કરવાનું મહત્ત્વ
▪️જખમી સ્મૃતિઓને સાજી કરવાનો ઉપાય-સાર્થક પાઠ
▪️સાર્થક પાઠ શીખવા માટે કુદરત દ્વારા કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થા- લોકો, ઘટનાઓ, પરિસ્થિતિઓ
તો ચાલો, પુસ્તક ખોલીને જખમી સ્મૃતિઓના ઉપચારથી જીવનનો ઉપચાર નિયમ જાણીને, પોતાના સાર્થક પાઠ શીખીએ.
Reviews
There are no reviews yet.