મૃત્યુ શું છે? જીવનનો અંત કે એક નવા જીવનની શરૂઆત? માર્યા પછી મનુષ્ય ક્યાં જાય છે? તેના આંતરિક શરીરનું શું થાય છે? શું આ જીવન ઉપરાંત પણ કોઈ જીવન છે? અને જો છે તો તે કેવું છે? આ રહસ્યો પર જીવનના આરંભની સાથે જ વિચાર કરવાની શરૂઆત થઈ ગઈ હતી. પરંતુ સત્ય શું છે તેની માહિતિ વિરલા લોકો જ મેળવી શક્યા છે. આ પુસ્તકમાં આ ગૂઢ રહસ્ય પર વિસ્તારથી ચર્ચા કરેલી છે. સિધ્ધાર્થના સન્યાસ લેવાની ઘટનામાં પોતાની કલ્પનાનાં રંગ ભરીને, અહી મનુષ્યને એ સત્ય થી માહિતગાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે જે વસ્તુથી ભાગી તે મોક્ષ મેળવવા અથવા દુનિયા છોડવાની વાત વિચારે છે જે હકીકતમાં એક વહેમ છે. લેખકે આ મહાસત્યને પ્રકટ કરવાના ઉદેશ્યથી મનુષ્યનાં મનમાં રહેલા મૃત્યુ સંબંધિત તમામ શંકાઓ, મઠામલ તથા મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવેલો છે જેમાં જોવા જઈએ તો તેમણે સફળતા પણ મળી છે. અહી સુધી પુસ્તકની પ્ર્સ્તાવનામાં મૃત્યુને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવેલું છે. અહિયાં મૃત્યુ સ્વયંનો પરિચય આપતા પોતાના વિષે લોકોનાં મનમાં રહેલી ગેરસમજો દૂર કરવાનો પ્રયત્ન કરતાં બતાવે છે કે “હું વિશ્વનું મહાન રહસ્ય જરૂર છુ પણ વિશ્વમાં સૌથી મોટી ગેર સમજનો પણ શિકાર છુ”. હું ઈશ્વરની એક સર્વશ્રેષ્ઠ રચના જરૂર છુ પરંતુ મનુષ્ય મારી યોગ્ય અર્ચના નાં કરી શક્યો. હું જીવનની જરૂરિયાત છુ પરંતુ મનુષ્ય મારા પર મનન કરવાની પોતાની જરૂરિયાત નથી સમજતો. “પૃથ્વી લક્ષ્ય” જેવુ કે પુસ્તકનાં નામ થી જ સ્પષ્ટ થાય છે કે આપણે સહુ પૃથ્વી પર એક લક્ષ્ય લઈને આવ્યા છીએ. તે આપણા વ્યક્તિગત લક્ષ્યથી અલગ હોય છે પરંતુ આ લક્ષ્ય શું છે અને મૃત્યુ ઉપરાંત નવા જીવનમાં તે કેવી રીતે ઉપયોગી સિધ્ધ થઈ શકે છે, આને આપ પુસ્તક વાચ્યા બાદ જ સમજી શકશો. સિધ્ધાર્થ અને બાળક રાહુલની વચ્ચે મૃત્યુ અને તેના મહાસત્યને લઈ થતા પ્ર્ષ્નોત્તરને આ સત્યને જાણવાનાં માર્ગને ખૂબ રોચક બનાવી દીધો છે. પુસ્તકની ભાષા ખૂબ સરળ અને સહજ છે.
Reviews
There are no reviews yet.