“સંપૂર્ણ જીવન જ્ઞાનના ચાર આયામ આ પ્રમાણે છે – વ્યાયામ (શારીરિક શક્તિનો રક્ષક), પ્રાણાયામ (શ્વાસ શક્તિનો સંચાર), વિચારાયામ (વિચાર શક્તિનો ચમત્કાર) ચમત્કાર અને મૌનાયામ (મૌન શક્તિનો સાક્ષાત્કાર)|
વિચારોના ત્રીજા અને ચોથા આયામને આ પુસ્તકમાં વિચાર સુત્ર અને મૌન મંત્રના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે। જેના ઉપયોગથી આપણો નિર્મળ મન, પ્રશિક્ષિત શરીર, આજીવીકા લક્ષ્ય, યોગ્ય વજન, લાંબુ આયુષ્ય, સારા મિત્રો, જીવનસાથી અને પૃથ્વી લક્ષ્ય મેળવી શકીએ છીએ।
આપનો એક સશક્ત વિચાર વિશ્વને નવી દિશા આપી શકે છે। શું કહ્યું, ‘આ મુશ્કેલ મુશ્કેલ છે’ તો પછી આપે આ જરૂરથી વાંચવું જોઈએ। પુસ્તક વાંચતા જ આપના માટે દરેક લક્ષ્ય સરણ થઈ જશે કારણ કે આપ વિચારોના ત્રીજા આયામ – વિચાર નિયમ સુધી પહોંચી ચુક્યા હશો।
જો આપ પહેલેથી આશાવાદી દૃષ્ટિકોણ રાખો છો તો આ પુસ્તક આપના માટે પરમ સંતોષ મેળવવાનું કારણ બનશે। વિશ્વાસ રાખો કે દરેક મુશ્કેલીનું સમાધાન છે અને તે આપની અંદર જ છે। આ વિશ્વાસને ધ્યાનમાં રાખી પુસ્તક વાંચવાનું શરુ કરો। સકારાત્મક પરિણામની આશા અને પોતાની સફળતા પર વિશ્વાસ રાખો। જો આપનામાં આસ્થા, આશા અને આ પુસ્તકનું જ્ઞાન છે તો ત્રીજો ચમત્કાર સંભવ છે।
આપણે પહેલી જીત આપણ મગજ ઉપર મેળવવી પડશે અને નકારાત્મક વાદ-વિવાદમાં ન પડતા, વિચાર સુત્ર તેમજ મૌન મંત્રનો સહારો લેવાની કળા શીખવી પડશે। તો આવો, વિચારાયામ પુલને પાર કરીએ… આ પાર થી પેલે પાર જઈને મૌનનું દર્શન કરીએ… ક્યાં?… મહાઆનંદના સમ્રાજ્યમાં !”
Reviews
There are no reviews yet.