પ્રાર્થના સંસારની એ સૌથી મોટી શક્તિ છે, જે મનુષ્યને સમસ્યા આવે તે પહેલાં જ આપી દેવામાં આવી છે. પ્રાર્થના શા માટે, ક્યારે, ક્યાં, ક્યા આસન પર, કેવા ભાવથી, ક્યા શબ્દોમાં અને કેવી રીતે કરવી જોઈએ ?… પ્રાર્થનાના આવશ્યક અંગો ક્યા છે ?… પ્રાર્થનામાં આવનારી અડચણો કઈ છે ?… પોતાની પ્રાર્થનાને પ્રભાવકારી કેવી રીતે બનાવીએ ?… તથા ક્ષમા શું છે અને ક્ષમા પ્રાર્થના કેવી રીતે કરીએ ?… આ તમામ સવાલોના જવાબો આપણે જાણવા જોઈએ. ત્યારે જ આપણે પ્રાર્થનાની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી શકીએ છીએ અને જીવનમાં જે મેળવવા ઇચ્છીએ, તે પ્રાપ્ત કરી શકીએ છીએ. આ જ્ઞાન જે આપને મળી રહ્યું છે, તે આપની પ્રાર્થનાનું ફળ છે, જે જાણતા-અજાણતામાં કરી છે.
પ્રાર્થનામાં ઘણી શક્તિ છે, પ્રાર્થના ચિતાને ઠંડી અને પથ્થરને મીણ કરી શકે છે. તે તોફાનને રોકી શકે છે અને ડૂબતી નાવને કિનારે લગાડી શકે છે. જો વિશ્વના તમામ લોકો મળીને એક જ સ્થાને, એક જ સમયે એક સાથે, બે મિનિટ પ્રાર્થના કરે તો વિશ્વયુદ્ધ પણ રોકી શકાય છે.
વિશ્વાસ આ વિશ્વની સૌથી મોટી તરંગ છે. જેના લીધે પ્રાર્થનાનું ફળ આવે છે. આપણી અંદર તેજ વિશ્વાસની શક્તિ છે, જેને
Reviews
There are no reviews yet.