સ્વસંવાદ એટલે પોતાની સાથે વાતચીત કરવી. જેને એકાંતમાં , મનમાં કે ગ્રુપમાં રટવાથી જોઈ ન શકનાર પરિવર્તનનો આભાસ થઈ શકે છે. તે ત્યારે ઉપયોગી નીવડે છે જ્યારે વ્યક્તિ જીવનનાં રિમોટ કન્ટ્રોલ દ્વારા પોતાના મન, શરીર,બુધ્ધિ,ચેતના તથા લક્ષ્ય પર નિયંત્રણ રાખે છે. આ વિષય પર સરશ્રી તેજપારખીજી દ્વારા લખેલું પુસ્તક “સ્વસંવાદ કા જાદુ” સ્વસંવાદનાં માધ્યમથી ઉત્તમ જીવન મેળવવાના રહસ્યથી પરિચિત કરાવે છે. મૂળ ૫ ખંડોમાં વિભાજિત આ પુસ્તકનાં દરેક ખંડમાં અનેક રોચક વાર્તાઓ દ્વારા તેના મહત્વને ઊંડાણથી સમજાવવામાં આવ્યું છે. સ્વસંવાદનાં દ્વારા વાચક સુખ દુ:ખનાં રહસ્ય, વિચારોની દિશા, સ્વસંવાદ સંદેશ, રોગ નિવારણ, સેલ્ફ રિમોટ કન્ટ્રોલ, કાર્યની પૂર્ણતા, નફરતથી મુક્તિ , ઉત્તમ સ્વસંવાદ અને નવા વિચારોને મેળવવાનાં ઉપાય જાણી શકે છે. સરશ્રી કહે છે – સકારાત્મક સ્વસંવાદ પર વિશ્વાસ રાખવાથી જ ઉત્તમ જીવન જીવવાનો રસ્તો મેળવી શકાય છે. ભાવનાઓમાં ભક્તિ અને શક્તિની યુક્તિ દ્વારા કુદરતથી સીધો સંવાદ સ્થાપિત કરી શકાય છે. બધુ મળીને આ પુસ્તક સ્વસંવાદનાં મહત્વને દર્શાવી વાચકોને નવી દિશા આપે છે. પુસ્તકમાં મોટાભાગે સરળ શબ્દોનો જ પ્રયોગ થયો છે, જેનાથી વાચકો નો દરેક વર્ગ સરળતાથી શબ્દોનાં સારને ગ્રહણ કરી લે છે. તથા વાર્તા અને ઉદાહરણોનો અનોખો પ્રયોગ વાચકોને આકર્ષિત પણ કરે છે.
Reviews
There are no reviews yet.